નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ અનૌપચારિક છતાં જ્ઞાનવર્ધક સત્રમાં પ્રધાનમંત્રીએ દેશભરનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. ઉપસ્થિત 36 વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી પાસેથી પોષણ અને સુખાકારી; દબાણ વખતે નિપુણતા; પોતાને પડકાર આપવો; નેતૃત્વની કળા; પુસ્તકોથી આગળ – 360º વૃદ્ધિ; સકારાત્મકતા શોધવી અને એવા અનેક વિષયો પર મૂલ્યવાન પાઠ શીખ્યા. આ ઇન્ટરેક્ટિવ સત્રે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને વૃદ્ધિની માનસિકતા સાથે શૈક્ષણિક પડકારોની ઓળખ કરવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને વ્યવહારિક વ્યૂહરચના પ્રદાન કરી.
ત્રીજા એપિસોડમાં ટેક્નિકલ ગુરુજી તરીકે જાણીતા ગૌરવ ચૌધરી અને એડલવીસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ રાધિકા ગુપ્તાએ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ફંડામેન્ટલ્સ સાથે પરિચય કરાવ્યો હતો. તેમણે ચેટજીપીટી અને એઆઇ ઇમેજ-જનરેશન ટૂલ્સના વ્યવહારિક ઉપયોગોની શોધ કરી હતી. તકનીકી ગુરુજીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને સુનિશ્ચિત કર્યું હતું કે, તે તેમના અભ્યાસમાં વિક્ષેપને બદલે તેમની સૌથી મોટી શક્તિ બની રહે. તેમણે સ્માર્ટ સ્ટડી એપ્લિકેશન્સ, ડિજિટલ નોટ્સ અને ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો. જે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફરમાં ટેકનોલોજીને સંકલિત કરવામાં મદદ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને એઆઈનો ઉપયોગ સંપૂર્ણપણે તેના પર આધાર રાખવાને બદલે એક સાધન તરીકે કરવાની સલાહ આપી હતી અને તેમને ટેકનોલોજીથી આગળ વાસ્તવિક જીવનના અનુભવોને અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાધિકા ગુપ્તાએ એઆઈ, ડેટા સાયન્સ અને કોડિંગના વધતા જતા મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે ટેકનોલોજીની ભૂમિકા કેવી રીતે વિસ્તૃત થતી રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે તેને યોગ્ય રીતે સમજવું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી બનશે. એક વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપતી વખતે, તેમણે ચર્ચા કરી હતી કે કેવી રીતે એઆઈને વર્ગખંડની ચર્ચાઓમાં સમાવિષ્ટ કરી શકાય છે. જેથી શિક્ષણને વધુ આકર્ષક અને સમૃદ્ધ બનાવી શકાય. તેમણે એક સાધન તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જેથી તે તેમને નિયંત્રિત કરવાને બદલે તેમને સેવા આપે તે સુનિશ્ચિત કરે.
દોહા, કતાર અને કુવૈતના વિદ્યાર્થીઓએ પણ એઆઇ એપ્લિકેશન અને તેની અસર અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની યુક્તિઓ શીખવવા માટે એઆઈ-ટ્વિસ્ટેડ ડમ્બ ચેરેડ્સ ગેમમાં ભાગ લીધો હતો. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની એઆઈ દ્વારા સર્જિત છબી બનાવી હતી.
તેમણે પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમની પરિકલ્પના કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓને તેમની વૃદ્ધિ માટે ટેકનોલોજીનો સ્વીકાર કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીના પુસ્તક ધ એક્ઝામ વોરિયરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટેકનોલોજીને અસરકારક રીતે અપનાવવા માટેની મૂલ્યવાન ટિપ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
શોના અંતે, વિદ્યાર્થીઓએ પ્રોગ્રામમાંથી તેમની મુખ્ય બાબતો શેર કરી હતી. જેમાં “તમારા પોતાના નિર્ણયો લો” અને “પૂરતી ઊંઘ લો” જેવા પાઠોનો સમાવેશ થાય છે.
પીપીસીની 8મી આવૃત્તિએ એક નવું બેંચમાર્ક સેટ કર્યું હતું. 5 કરોડથી વધુની ભાગીદારી સાથે, આ વર્ષનો કાર્યક્રમ જન આંદોલન તરીકેના તેના દરજ્જાનું ઉદાહરણ પૂરું પાડે છે. જે શિક્ષણની સામૂહિક ઉજવણીને પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી સાથેની વાતચીત માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 36 વિદ્યાર્થીઓની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી પસંદગી કરવામાં આવી હતી. પરીક્ષા પે ચર્ચા 2025 માં વધારાના પાંચ સમજદાર એપિસોડ્સ રજૂ કરવામાં આવશે. જેમાં વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને એક સાથે લાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને જીવન અને શિક્ષણના આવશ્યક પાસાઓ પર માર્ગદર્શન આપી શકાય. દરેક એપિસોડમાં ચાવીરૂપ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
12 મી ફેબ્રુઆરી 2025ના રોજ પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણે પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિના બીજા એપિસોડમાં લગભગ 60 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દીપિકાએ જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યના પડકારોને કેવી રીતે સંબોધિત કરવું સશક્તીકરણ હોઈ શકે છે અને તેણીએ તેના પોતાના સંઘર્ષોથી શીખેલા મૂલ્યવાન પાઠ વિશે વાત કરી હતી.