પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડીને દુર્ગાપુર એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડયો હતો પણ સદનસીબે પૂર્વ ક્રિકેટરને કોઇ પ્રકારની ઇજા પહોંચી નહોતી.
સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દંતનપુરની નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરે એકદમ બ્રેક લગાવવી પડી હતી. પાછળ આવી રહેલી ગાડીઓએ પણ તેવું જ કર્યું. જો કે અચાનક બ્રેકિંગના કારણે કાફલમાં રહેલી અન્ય ગાડીઓ એક બીજા સાથે અથડાઇ હતી. જેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની ગાડી સાથે પણ અથડાઇ હતી.
પણ આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલાને 10-15 મિનિટ સુધી રોડ પર રોકાવું પડ્યું હતું. તેમના કાફલાની બે ગાડીઓ ડેમેજ થઇ હતી. દુર્ઘટનાના સ્થળે કેટલોક સમય રોકાયા બાદ તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. તેમને બર્દવાન યુનિવર્સિટિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.