પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા નોંધાઈ

સોશિયલ મીડિયા પર શેર કરો

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનમાં બુધવારે રાત્રે 9.58 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  ભૂકંપને લઈને લોકોમાં ભય ફેલાયો અને ઘરથી બહાર દોડી આવ્યા હતા. હાલમાં તો જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. નિષ્ણાતોના મતે, આ તીવ્રતાના ભૂકંપથી હળવાથી મધ્યમ સ્તરના કંપનો અનુભવી શકાય છે. 

ભલે આ વખતે ભૂકંપનો ઝટકો વધારે તીવ્ર ન હતો પણ તે ચોક્કસપણે એક ચેતવણી છે. નિષ્ણાતો માને છે કે વારંવાર આવતા હળવા આંચકા મોટા ભૂકંપનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં, સમયસર ભૂકંપ પ્રતિરોધક માળખા તૈયાર કરવા અને લોકોને જાગૃત કરવા અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. હાલમાં, સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાહત ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. લોકોને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને શાળાઓ, હોસ્પિટલો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ભૂકંપની તૈયારી અંગે ઝડપી સમીક્ષા કરવામાં આવી રહી છે. NCSએ તેના નેટવર્ક દ્વારા આગળની કોઈપણ હિલચાલ પર દેખરેખ પણ વધુ તીવ્ર બનાવી છે.

અરબી, યુરો-એશિયન અને ભારતીય પ્લેટો. આ ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ દેશને પાંચ મુખ્ય ભૂકંપીય ઝોનમાં વિભાજીત કરે છે, જેના કારણે પાકિસ્તાન વારંવાર ભૂકંપ માટે સંવેદનશીલ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *