નેવલ બેઝની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કરવાનો આરોપમાં કર્ણાટકના ઉત્તર કન્નડમાંથી એનઆઈએ દ્વારા બે લોકોની ધરપકડ

સોશિયલ મીડિયા પર શેર કરો

બેંગલુરુ,

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બન્ને લોકો સામે આરોપ છે કે તેમના દ્વારા કરવાર નેવલ બેઝની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કર હતી.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કિસ્સામાં હની ટ્રેપ કનેક્શન હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ હની ટ્રેપથી આ બંનેને પોતાની જાળમાં ફસાવ્યા છે. 2023માં આઇએસઆઇની એક મહિલા એજન્ટે બંને સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી અને તેમને નેવલ બેઝની પ્રવૃત્તિઓ વૉર શિપની અવરજવર અને સુરક્ષા સંબંધી માહિતી આપવા માટે લલચાવ્યા. તેના બદલામાં બંનેને દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયા અપાતા હતા. આ સિલસિલો લગભગ 8 મહિના સુધી જારી રહ્યો હતો. ધરપકડ કરાયેલા બંને શખસની ઓળખ વેતાના ટંડેલ અને અક્ષય નાઇક તરીકે થઇ છે. આ પૈકી વેતાના ટંડેલ મુડુગા ગામનો અને અક્ષય નાઇક કરવારનો રહેવાસી છે.

એનઆઇએએ ગત ઓગસ્ટમાં આ બંનેની તેમ જ ટોડૂર ગામના સુનીલ નામના શખસની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ તેમને છોડી મુકાયા હતા પરંતુ તેમની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. એનઆઇએએ તેમના નાણાકીય વ્યવહારો ટ્રેક કર્યા, જેમાં હની ટ્રેપ જાસૂસી નેટવર્ક સાથે તેમના સંબંધોનો ખુલાસો થયો. આ મામલે હજુ વધુ કેટલાક લોકોની ધરપકડ થઇ શકે છે. કરવાર નેવલ બેઝ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. તેની સુરક્ષા બાબતે ભારતીય એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. વેતાના ટંડેલ અને અક્ષય નાઇક કરવારના ચંડયા ક્ષેત્રમાં આયર્ન એન્ડ મર્ક્યૂરી નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા જ્યારે સુનીલ અગાઉ નેવલ બેઝની કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી હતો અને હવે ડ્રાઇવરનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *