ધી બરોડા સેન્ટ્રલ બેંક દ્વારા ખતધારકો ને ડેબિટ કાર્ડ અને માઈક્રો એટીએમ અપાશે

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા, 

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા તમામ પેમેન્ટ એટીએમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બરોડા સેન્ટ્રલ બેન્કની આજે 112મી એજીએમ મળી હતી. જેમાં 34 વર્ષ બાદ બેંક નફો કરતી થઈ હોવાથી સભાસદોને 9 ટકા ડિવિડન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા દૂધ મંડળીઓમાં દૂધ કરતા સભાસદોને પણ બરોડા ડેરી વતી પેમેન્ટ કરવામાં આવે છે. જે દરમિયાન સાવલી તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં મૃતકોના નામે દૂધ ભરી રોકડ રકમ ચૂકવવામાં આવ્યું હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ હતી. આ પ્રકરણ બાદ બરોડા સેન્ટ્રલ બેન્ક ની એજીએમમાં તમામ પ્રકારનું પેમેન્ટ ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ નવી યોજના હેઠળ બેંક દ્વારા સભાસદોને 80 હજારથી વધુ ડેબિટ કાર્ડ તેમજ મંડળીઓને 335 માઇક્રો એટીએમ કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર નવી શાખાઓ ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *