દક્ષિણપૂર્વ ફિનલેન્ડમાં યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં 2 હેલિકોપ્ટર અથડાયા; 5ના મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

હેલસિંકી, 

ફિનલેન્ડના દક્ષિણપૂર્વમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં એક મોટો હવાઈ અકમાત થયો હતો જેમાં બે હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા હતાં જેમાં પાંચ લોકોના મોત થયા હતાં.

આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં. આ બંને હેલિકોપ્ટરનું કચ્ચરઘાણ થયુ હતું. જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ 700 મીટર દૂર પડ્યો હતો. 

આ હવાઈ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપની NOBE અને Eleon ના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. એક હેલિકોપ્ટર હોબી એવિએશન ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. આ ઘટનાની ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટી સંયુક્તપણે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *