વોશિંગ્ટન,
બીજીવાર અમેરિકાના પ્રમુખ બની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે ત્યારે હવે, હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે હવે હાર્વર્ડ સામે ઝૂકવા માટે એક નવી યુક્તિ અપનાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ધમકી આપી છે કે જો સરકારની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હાર્વર્ડને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી રોકી દેવામાં આવશે. આ વિવાદ માત્ર હાર્વર્ડની સ્વતંત્રતાને પડકારતો નથી, પરંતુ અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના સપના પર પણ અડચણ બની રહ્યો છે. ટ્રમ્પ હાર્વર્ડ યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા માંગે છે, જેણે અત્યાર સુધીમાં વિશ્વને 162 નોબેલ પુરસ્કાર વિજેતાઓ આપ્યા છે, કારણ કે ટ્રમ્પ તેને રોકી શકતા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ પર કડક સરકારી રોક લગાવવાની હાકલ કરી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયાઓ, સ્ટાફની ભરતી અને રાજકીય મંતવ્યોની ચકાસણીનો સમાવેશ થાય છે. હાર્વર્ડે આ માંગણીઓને સ્પષ્ટપણે નકારી કાઢી, જેનાથી વહીવટીતંત્ર ગુસ્સે ભરાયું. ગૃહ સુરક્ષા વિભાગે એક નિવેદન બહાર પાડીને કહ્યું, ‘જો હાર્વર્ડ તેમના આદેશોનું સંપૂર્ણ પાલન નહીં કરે, તો તે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો વિશેષાધિકાર ગુમાવશે.’
ટ્રમ્પે કહ્યું, ‘હાર્વર્ડને હવે એક આદરણીય શૈક્ષણિક સંસ્થા ગણી શકાય નહીં, અને તેને વિશ્વની મહાન યુનિવર્સિટીઓ કે કોલેજોની કોઈપણ યાદીમાં સામેલ ન કરવી જોઈએ.’ હાર્વર્ડ એક મજાક છે, તે નફરત અને મૂર્ખતા શીખવે છે, અને તેને હવે ફેડરલ ફંડ મળવું જોઈએ નહીં. ટ્રમ્પે પહેલાથી જ 2.2 બિલિયન ડોલરના ફેડરલ ફંડને કાયમી ધોરણે રોકી દીધું છે. મંગળવારે તેમણે તેનો કરમુક્ત દરજ્જો છીનવી લેવાની ધમકી પણ આપી હતી. તેમણે યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રમુખની પણ ટીકા કરી, જેમને તેમની કથિત અક્ષમતા છતાં તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા ન હતા.
આ મામલે હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે યુનિવર્સિટી તેની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો સાથે કોઈ સમાધાન કરશે નહીં. અન્ય યુનિવર્સિટીઓથી વિપરીત, હાર્વર્ડે સરકારી દખલગીરીનો સખત વિરોધ કર્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ તેના X એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી અને ગાર્બરે કહ્યું, “કોઈ પણ સરકારે, ભલે ગમે તે પક્ષ સત્તામાં હોય, તે નક્કી ન કરવું જોઈએ કે ખાનગી યુનિવર્સિટીઓ શું ભણાવી શકે, કોને પ્રવેશ આપી શકે અને નોકરી પર રાખી શકે, અને અભ્યાસ અને પૂછપરછના કયા ક્ષેત્રોમાં પ્રવેશ કરી શકે.”