જામનગર,
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મંગળવારે ચેરમેન નિલેશ બી.કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 11 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેન્ડીંગ કમિટીની આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં.12) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ માટે રૂ.35.13 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ગાર્ડન આ૨.સી.અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે (વોર્ડ નં. 5 માં આવેલ જોગર્સ પાર્ક “ઔષધી બાગ” નું ડેવલોપમેન્ટ) કરવાના કામ અંગે રૂ.28.035 લાખનું ખર્ચ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ગાર્ડન આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.13.25 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ટ્રાફીક આર.સી. અંતર્ગત ”સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.23.265 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન’ અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.10,070 લાખનો ખર્ચ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે (વોર્ડ નં. 5 ખાતે આવેલ જોગર્સ પાર્ક “ઔષધી બાગ” નું ડેવલોપમેન્ટ) કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.3.215 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 1 થી 8 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે રૂ.2.365 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 9 થી 16 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.2.39 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
તેમજ જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ ફાઈનલ પ્લોટ નં. 82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈનલ પ્લોટ નં. 66 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા), ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) અને ખીજડીયા પમ્પ હાઉસ પાસે આવેલ જગ્યા ગાર્ડન ડેવલોપમેન્ટ માટે આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે અને દરખાસ્તની વિગતે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ફાઈનલ પ્લોટ નં.82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે , ફાઈનલ પ્લોટ નં.96 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા) આવાસ યોજના પાસે, ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે, ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) રામ મંદિર પાસે અને ખીજડીયા પમ્પ હાઉસ પાસેનો સમાવેશ થાય છે