જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટે એક નિર્ણય સાંભળવતા મહિલાઓને ‘ડિવોર્સી’ કહેવા પર અટકાયત કરી 

સોશિયલ મીડિયા પર શેર કરો

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટ દ્વારા એક મોટા નિર્ણયમાં છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ કહેવા પર રોક લગાવી છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે એક વૈવાહિક વિવાદમાં 3 વર્ષ પહેલા દાખલ કરેલી અરજી પર પોતાનો નિર્ણય સાંભળવતા કહ્યું હતું કે, છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને ડિવોર્સી કહીને સંબોધવી એ યોગ્ય નથી, આવી રીતે કોઈ મહિલાને સંબોધવી એ દર્દનાક છે.

હાઈકોર્ટના ન્યાયાધીશ વિનોદ ચેટર્જી કૌલે જણાવ્યું હતું કે ફક્ત છૂટાછેડા લીધા હોવાના આધારે મહિલાને ‘ડિવોર્સી’ તરીકે સંબોધવીએ ખોટી અને પીડાદાયક પ્રથા છે. તેમણે કહ્યું કે જો સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ સંબોધન કરતું હોય તો પુરુષો માટે પણ ‘ડાઇવોર્સર’ સંબોધન થવું જોઈએ. જે સમાજમાં સ્વીકાર્ય નથી.

આ ચુકાદાની વાત કરીએ તો તેમ કહેવામાં આવ્યા પ્રમાણે, હવે કોઈપણ છૂટાછેડા લીધેલી મહિલાની ઓળખ ફક્ત કોર્ટના દસ્તાવેજોમાં તેના નામથી જ થશે. જો કોઈ અરજી કે અપીલમાં કોઈ મહિલાનો ‘છૂટાછેડા લીધેલી’ કે ‘ડિવોર્સી’ તરીકે ઉલ્લેખ કરવામાં આવે તો તે અરજી રદ કરવામાં આવશે. કોર્ટે એક આદેશ જારી કરીને તમામ નીચલી અદાલતોને આ નિર્ણયનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિર્ણયની સમીક્ષા માટે અરજી દાખલ કરનાર અરજદારને 20000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *