ગોત્રી પોલીસ સ્ટેશન પાસેના ગેરકાયદે ઝૂંપડા અને દબાણો કરાયા દૂર, મકરપુરામાં કાંસ પર બનેલા ઝૂંપડા પર ફર્યું બુલડોઝર

સોશિયલ મીડિયા પર શેર કરો

વડોદરા,

વડોદરા મહાનગર પાલિકા દ્વારા દક્ષિણ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા જેમાં મકરપુરા જીઆઇડીસીમાં બંધ વરસાદી કાસ પર બનેલા ગેરકાયદે ઝૂંપડા હટાવાયા, સોમવારે  દબાણ શાખાએ આ જગ્યાએથી 10 જેટલા ગેરકાયદે ઝૂંપડા હટાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી વરસાદી કાંસની હાલ સફાઈ કામગીરી ચાલી રહી છે. જેમાં આ ઝૂંપડા નડતરરૂપ બન્યા છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે કેટલાક ગેરકાયદે ઝૂંપડા સહિત શેડ તથા પાકા ઓટલા પર જેસીબી મશીન ફેરવી દેવાયું હતું. 

મહત્વનું છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી બંધ વરસાદી કાસની સફાઈ કામગીરી પ્રિમોન્સૂન અંતર્ગત ચાલી રહી છે. બંધ કાસ પર કેટલાય ઝૂંપડા ગેરકાયદે બની ગયા છે. પરંતુ વરસાદી કાસની પ્રિ મોનસુન અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં આ ઝૂંપડા નડતરરૂપ હોવાથી પાલિકાની દબાણ શાખાએ 7 જેટલા કાચા ઝૂંપડા તોડી પાડ્યા હતા. પરિણામે વરસાદી કાસની સફાઈ સરળ બની હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ વિસ્તારમાંથી ગેરકાયદે બનેલા 10 જેટલા ઝૂંપડા દબાણ શાખાએ તોડી પાડ્યા હતા. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિભાગમાં ગોત્રી પોલીસ સ્ટેશનની તદ્દન નજીક કેટલાક કાચા ઝૂંપડા કેટલાય સમયથી બનેલા હતા. ટીપી અને ટીડીઓ વિભાગમાં આવતા અંગે જાણ થતાં પાલિકાની દબાણ શાખાએ ચારેય કાચા ઝૂંપડા તોડી પાડ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં બનેલો એક શેડ પણ બુલડોઝરના સારે પાલિકાએ તોડી પાડ્યો હતો. તથા વિસ્તારમાં બનેલા મકાનોના રહીશો દ્વારા રહીશો દ્વારા કેટલાક મકાનોની આગળ ગેરકાયદે ઓટલા બનાવી દીધા હતા. આ છ જેટલા ઓટલા પણ જેસીબીના સહારે તોડી પાડવામાં આવ્યા હતા. દબાણ શાખાની કામગીરી વખતે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા પરંતુ પોલીસે મામલો સંભાળી ટોળાને ખદેડી દેતા પાલિકાની કામગીરી સરળ બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *