અમદાવાદ,
ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે.
અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોા પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.
રાજકોટ સિવિલમાં ખાસ આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. કોરોના સબંધિત દવા, ઓક્સિજન સિલિન્ડર કાર્યરત છે તેમજ ટેસ્ટિંગ કીટ અને લેબ કાર્યરત કરી દેવામાં આવી છે. કોરોનાના લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગને સંપર્ક કરવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે જેમાં 43 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વિદેશથી પરત આવતા વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળતા હતા ત્યાર બાદ રિપોર્ટ કરાવાયો હતો. રાજકોટના ન્યુ ઓમનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે. સામાન્ય લક્ષણો હોવાથી દર્દી હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.
આ બાબતે આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાનાં જે રીતે સામે આવી રહ્યા છે. તે પૈકી ગઈકાલના રોજ ચાર કેસ નોંધાવા પામ્યા છે. જે પૈકી ત્રણ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમને કફ તેમજ ફીવરની હીસ્ટ્રી છે. જ્યારે અન્ય એક દર્દી જેની ઉંમર 84 વર્ષ પુરૂષ દર્દીને પ્રાઈવેટમાં હાલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટીંગ બાબતે શહેરની હોસ્પિટલ છે. SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે, જ્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જરૂર પડે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પીપીઇ કિટ, વેન્ટિલેટર અને દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.