જુનાગઢ/જામનગર,
રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી કમોસમી વરસાદ-માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કરી નાખ્યો છે, છેલ્લા 48 કલાકમાં રાજ્યના 19 જિલ્લામાં થોડાથી લઈને વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાપણપુર તાલુકામાં વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગર સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢથી અઢી ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે. સરકારે માવઠાની પાકને નુકસાનીનો અંદાજ મંગાવવામાં આવ્યો છે. બાગાયતી નુકસાન અંગેનો પ્રાથમિક અંદાજો મંગાવ્યા છે. કેરીના પાકને નુકસાનીનો અંદાજ મંગાવવામાં આવ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ મુજબ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 72 મી.મી એટલે કે 2.83 ઈંચ, જૂનાગઢના માળિયા હાટિનામાં 45 મી.મી. એટલે કે 1.77 ઈંચ અને જામનગરના જામજોધપુરમાં 1.57 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ત્રણેય જિલ્લામાં બપોરના બે વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં જુદા જુદા સ્થળે વરસાદ નોઁધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદર અને અમરેલીના ધારીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો હોત.
ગીર ગઢડા તાલુકના વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો હતો. વડવીયાડામાં ધોધમાર વરસાદથી ખેડૂતો પાયમાલ થયા હતા. કેરી, બાજરી, કપાસ, મમગફળી, રાઈ, તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોના માથે આકાશમાંથી કમોસમી આફત વરસી રહી છે.

તેમજ જામનગરના લાલપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પોશીનામાં 18 અને કચ્છના ભુજમાં ચાર મી.મી.વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાના વિવિધ તાલુકામાં 1થી15 મી.મી. સુધીનો સરેરાશન વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાતમાં કમોસમી વરસાદનો માર યથાવત્ છે અને આજના દિવસમાં 19 જિલ્લામાં થોડાથી વધતા પ્રમાણમાં જુદા જુદા સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો.
સાથેજ છેલ્લા 48 કલાક દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહામ તાપમાન 36.6, હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું હતું. મંગળવારથી અમદાવાદમાં તાપમાન 40ને પાર જતાં ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ગુરૂવારથી અમદાવાદનું તાપમાન 41 ને પાર જઇ શકે છે. સોમવારે (12મી મે) ભેજનું પ્રમાણ વધીને 80 ટકા થવાની સંભાવના છે.