ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકળો 100ને પાર; ગભરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો હવે 100ને પાર થઇ ગયા છે. રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક પૂરૂષ અને એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓમાં એક દર્દી સરગાસણ અને બીજો સેક્ટર-13નો હોવાનું માલુમ પડયું છે. બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરના એક્ટિવ કેસનો આંક 76 થઈ ગયો છે. શહેરમાં માત્ર બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જેમાં એક મહિલા હાયપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે.મે મહિનામાં અમદાવાદમાં 89 કેસ નોંધાયા છે જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં આ મહિને જ કોરોનાના 89 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌથી વઘુ એક્ટિવ કેસ મામલે અમદાવાદ મોખરે છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોના મતે, કોરોનાની સ્થિતિથી હાલ ડરવાની કોઇ જ જરૂર નથી. 

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે.અત્યાર સુધી રાજકોટમાં કુલ 11 કેસ નોંધાયા છે. જેમાં એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાં છે અને 10 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કેસમાં વધારો જોવા મળ્યો છે, જેમાં અમદાવાદ સૌથી વધુ એક્ટિવ કેસ સાથે આગળ છે.હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ આપી છે. નાગરિકોને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોના ચેપના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000 ને વટાવી ગઈ છે, જેમાં સૌથી વધુ 430 કેસ કેરળમાં અને 209 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં પણ 104 સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસ વધ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *