ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે

સોશિયલ મીડિયા પર શેર કરો

રૉમ,

સમગ્ર વિશ્વના ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. દિવંગત પોપના અંતિમ સંસ્કાર શનિવાર તા. ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે. તેમ વેટિકનનાં સાધનોએ મંગળવારે જણાવ્યું હતું. આ અંતિમ સંસ્કાર વેટિકન સીટી સ્થિત સેન્ટર પીટર બેસિલિકામાં યોજવામાં આવશે.

આ અંતિમ સંસ્કાર અંગે માસ્ટર ઓફ લિટુરગિકલ સેરીમનીઝ (ધાર્મિક મંત્રોનાં પઠન) સંભાળનારા આર્ક બિશપ ડીગો રેવેલ્લીએ ધર્મના નિયમો આધારિત સૂચનાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેઓના નશ્વરદેહને સરઘસ આકારે વેટિકનમાં તેઓનાં નિવાસસ્થળ સુધી લઇ જવાશે. તે પછી ‘સામ્સ’ (બાઈબલની આયાતો)નું વિશેષ પઠન થશે. તેવી કાર્ડીનલ કેવિન ફેરેલે જણાવ્યું હતું.

નામદાર પોપનાં નિધન પછી ૯ દિવસ નોવેન્ડીયલ તરીકે ઓળખાતો શોક પાળવામાં આવશે. તે પછી નવા પોપની વરણી થશે. તેમાં દુનિયાના કાર્ડીનલ્સ એકત્રિત થશે. ભારતમાંથી કાર્ડીનલ ફિલિપનેરી ફેર્રાઓ કાર્ડીનલ બેસેલિયોસ ક્લિમિસ કાર્ડીનલ એન્થની પૂલા અને કાર્ડીનલ જ્યોર્જ જેકવી કુવાકડ ઉપસ્થિત રહેશે.

રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ તા. 21/04/2025 ના રોજ તેમનું નિધન થયું હતું. પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા ખાતે નિધન થયું હતું.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *