નવી દિલ્હી/ડાંગ,
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર સતત વિકાસ કાર્યોને વેગ આપી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા કરોડોના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત કરી છે.સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાહનચાલકોની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમના પ્રયાસ થકી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર વાહનચાલકોની સુવિધામાં વધારો થશે.
લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48ને લઈને થતી સમસ્યા બાબતે રોડ પરિવહન નીતિન ગડકરી સાથે સતત રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવેલા રજૂઆતો અને અથાગ પ્રયાસો થકી નિતીન કડકરીજી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ના પારડી (રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48) જંકશન- સુકેશ- નાનાપોંઢા-કપરાડાથી 37.08 કીમી લંબાઇના ભાગને પેવ્ડ શોલ્ડર સાથે વિભાજિત કેરેજવે સાથે 4-લેન બનાવવા માટે રૂપિયા 825.72 કરોડ મંજૂર કરી વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ હજારોની સંખ્યામાં અવરજવર કરતા વાહનચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસને લઈને નિશ્ચિત રોડ મેપ બનાવ્યો છે. હાલમાં સમગ્રપણે ટોલટેકસમાં વધારો કરાયો હતો.
ગત 12મી માર્ચના રોજ સાંસદની મહત્વપૂર્ણ બેઠક બાદ કેન્દ્રીય રોડ પરિવન મંત્રી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે,જેની જાહેરાત મંત્રી દ્વારા પોતાના ઑફિશિયલ X એકાઉન્ટ ઉપર શેર કરી છે,કેન્દ્રીય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયના પગલે રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરી કરતા વાહન ચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. સાંસદ ધવલભાઈ પટેલે સતત દેશના લોકોની ચિંતા કરતા અને દેશના વિકાસકાર્યો પર સતત કામ કરતાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848 ગુજરાતના વલસાડ નજીક પારડીને મહારાષ્ટ્રના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થાણેથી નાસિક થઈને જોડે છે. સાંસદ ધવલ પટેલ દ્વારા આ રસ્તાઓ બાબતે સતત કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સાથે રૂબરૂ મુલાકાત કરી. આ સમસ્યાનો સુખદ નિરાકરણ લાવવા માટેની વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી.