કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે; સોમનાથ જયોતિર્લિંગના દર્શન કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કાર્યક્રમમાં પણ સામેલ થશે

સોશિયલ મીડિયા પર શેર કરો

પોરબંદર,

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી અને 11-પોરબંદર લોકસભાના સાંસદ શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. 14 અને 15 ઓગસ્ટના રોજ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે આવશે.

આ પ્રવાસ દરમિયાન તેઓ તા.14 ઓગસ્ટ 2025, ગુરુવારના રોજ બપોરે 12.30 વાગ્યે વેરાવળ ખાતે સૃષ્ટિના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના દર્શન  કરશે.

ત્યારબાદ ગુરુવાર સાંજે 04.00 વાગ્યે મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડીફેન્સ એક્ઝિબિશન, કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે ઉપસ્થિત રહેશે. સાંજે 04.30 વાગ્યે તેઓ જવાહર નવોદય સ્કૂલ, પોરબંદર ખાતે  ‘At Home’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાંજે 06.30 વાગ્યે કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

તા. 15 ઓગસ્ટ 2025, શનિવારના રોજ તેઓ સવારે 09.30 વાગ્યે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજયકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, કે.એચ.માધવાણી કોલેજ, પોરબંદર ખાતે ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *