ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો થતાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ ડાયવર્ટ, નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી

સોશિયલ મીડિયા પર શેર કરો

તેલ અવીવ,

3 મે 2025ના રોજ સવારે ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર એક ઘટનાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139 ને અબુ ધાબી કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ AI139ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો. ત્યારબાદ નેતન્યાહુ સાંજે 7 વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ આ બેઠકમાં હુતી બળવાખોરો સામેની તેમની કાર્યવાહી અંગે ચર્ચા કરશે.

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, એરઈન્ડિયાની ફ્લાઈટ જોર્ડિયન એરસ્પેસમાં હતી, ત્યારે અચાનક હુથીઓ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર હુમલો થયો હતો. ઈઝરાયલની સેના આ મિસાઈલ હુમલો અટકાવવા નિષ્ફળ રહી હતી. જો કે, હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છ જણ ઘાયલ થયા હતાં. હુમલા બાદ તમામ ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે.

એર ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેલ અવીવ જઈ રહેલી તમામ ફ્લાઈટ્સને 6 મે, 2025 સુધી સ્થગિત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને સંભવિત તમામ મદદ કરી રહ્યું છે, તેમજ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એર ઈન્ડિયા દ્વારા 3થી 6 મે સુધીની તમામ ફ્લાઈટ્સ બુકિંગને રિશિડ્યુલ તેમજ કેન્સલ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *