અમદાવાદ,
આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી ભાર આવવા માટે હજી રાહ જોવી પડશે. ગુજરાત હાઇકોર્ટમાં ચૈતર વસવાની અરજી પર સુનાવણીમાં તારીખ પડી છે. ઉલ્લેખનિય છે કે હાઇકોર્ટમાં ચૈતર વસવાએ જામીન અરજી કરી છે.
લાફાકાંડમાં ચૈતર વસાવાની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. એક વખત ફરીથી હાઇકોર્ટમાં તારીખ પડી હોવાથી ચેતર વસાવાને હજું પણ થોડો સમય જેલમાં કાઢવા પડશે. આમ આદમી પાર્ટી (AAP)ના દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી 28 ઓગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેશે. આમ હજું પણ ચેતર વસાવાને 15 દિવસ જેલમાં રહેવું પડશે.
ચૈતર વસાવાની 5 જુલાઈ, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દેડીયાપાડા તાલુકા પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ તેમની સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ‘આપનો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (ATVT)ની બેઠક દરમિયાન બની હતી, જ્યાં ચૈતર વસાવાએ કથિત રીતે સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો હતો અને તેમને મોતની ધમકી આપી હોવાના આરોપ લાગ્યા છે.
રાજ્ય સરકાર વતી વકીલે સોંગદનામું માંગવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી એક વખત ફરીથી મુદ્દત પડી છે.
ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. આ કેસમાં ચૈતર વસાવા જેલમાં બંધ છે.
વર્ષ 2024માં ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 39 દિવસમાં જેલમાં રહ્યાં પછી કોર્ટે શરતી જમીન આપ્યા હતા.

