ગાંધીનગર,
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 08:00 કલાકે ધોરણ- 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક અંદર એન્ટર કરી મેળવી શકશે.