બનાસકાંઠા,
રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલ અસામાજિક તત્વો અને બુટલેગરો પર યોગ્ય અને કડક પગલાં લેવાના આદેશ પર બનાસકાંઠા પોલીસ ફરી એવાર એક્શનમાં આવી છે જેમાં રીઢા ગુનેગારો અને બુટલેગરોના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને હવે એક એક બુટલેગર અને રીઢા ગુનેગારોના ઘરે તપાસ કરી તેમના ઘરે રહેલા ગેરકાયદેસર પાણી, ઈલેક્ટ્રીક કનેક્શન તેમજ ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર પોલીસ દ્વારા પણ સતત ત્રીજે દિવસે દાદાનું બુલડોઝર પાલનપુરના સોનબાગ વિસ્તારમાં ફરી વળ્યું, સોનબાગ વિસ્તારમાં રહેતા બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘરે કરાયેલા ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો સાથે જ પાલનપુરના કીર્તિસ્થંભ માર્ગ પર બુટલેગર બબલુ ઠાકોરના ઘરે પણ કરાયેલા ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે પોલીસની આ કડક કાર્યવાહીને લઈ પાલનપુર સહિત જિલ્લાના અન્ય અસામાજિક તત્વો અને બુટલેગરો ફફડી ઉઠ્યા છે.