કાલોલ,
અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા એક સાથે 6 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એેક વ્યક્તિની હાલત ગંભીર જણાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો.
શેરથા નજીક એક એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક, ટેમ્પો, કાર સહિત 6 વાહનોને એસટી બસને ટક્કર મારી હતી.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક એસટી બસનો ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હોવાથી અડાલજ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા ગાંધીનગર સિવિલ મોકલવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. જેને લઈને વાહન ચાલકોમાં ભારે ચિંતા રહે છે.