અમદાવાદ એરપોર્ટ પર વિયેતનામથી આવેલા મુસાફર પાસેથી 8 કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પરથી ફરીએકવાર નશીલા પદાર્થોની મોટી હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વિયેતનામથી આવેલી ફ્લાઈટના બે મુસાફર પાસેથી 8 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે બંને આરોપી અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે વિયેતનામથી અમદાવાદ આવી રહેલા બે મુસાફરની અટકાયત કરી હતી. જેમાં બંને મુસાફરના સામાન ચેક કરતાં તેમાંથી 16 વેક્યૂમ સીલ કરેલા પેકેટ્સ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ પેકેટ્સમાં હાઇડ્રોફોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

બંને મુસાફરો પાસેથી પ્લાસ્ટિક બેગમાં વેક્યુમ કરીને લવાયેલા ગાંજાના 8 પેકેટ જપ્ત કરાયા છે. એરપોર્ટ AIU યુનિટને શંકા જતા બંને યાત્રીઓને રોકીને તેમની તપાસ કરાઈ હતી જેમાં ગાંજો મળી આવ્યો હતો. બંને કેરિયર સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. આ જપ્ત કરાયેલા હાઇબ્રીડ ગાંજાની કિંમત 8 કરોડ હોવાનું જાણવા મલે છે.

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવી રહેલા એરપોર્ટ AIU યુનિટ દ્વારા શંકાસ્પદ મુસાફરો પર વોચ રખાઇ રહી હતી ત્યારે વિયેતનામથી આવેલા 2 મુસાફરો પાસેથી હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો જેથી એરપોર્ટ AIU યુનિટ ચોંકી ઉટ્યું હતું કારણ કે સામાન્ય રીતે થાઇલેન્ડથી જ ગાંજો લઇને કેરિયર આવતા હોય છે પણ આ કેરિયર વિયેતનામથી ગાંજો લઇને આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર 250 કિલો તથા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 કિલો મળીને અંદાજે 300 કિલો હાઇબ્રીડ ગાંજો મળ્યો છે.

એરપોર્ટ પર આ બંને કેરિયર કોના મારફતે હાઇબ્રીડ ગાંજો ભારતમાં લઇને આવ્યા હતા અને અહીં કોને ગાંજો સપ્લાય કરવાના હતા તે સહિતના મુદ્દા પર ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી કરાતી સોનાની દાણચોરી ઉપરાંત નશીલા પદાર્થોની પણ દાણચોરી પકડાઇ રહી છે જેથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *