અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી હેઠળ 4 ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યા 

સોશિયલ મીડિયા પર શેર કરો

અમદાવાદ,

શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં 20 મેના દિવસે પણ પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં  નાની-મોટી કુલ 9 મસ્જિદો આવેલી હતી, જેને તોડી પાડવામાં આવી હતી. ચંડોળા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી હતી, જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરતા હતાં. 

ગેરકાયદે દબાણોને લઈને 28 મેના રોજ ચંડોળા તળાવ વિસ્તારમાં એએમસી દ્વારા બીજા તબક્કો શરૂ કરવામાં આવ્યો. જેમાં વહેલી સવારથી જ જેસીબી સહિતના મશીનો ઘટનાસ્થળે પહોંચાડી દેવાયા હતા. આ તબક્કામાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાનજી મંદિર અને દશામાના મંદિર સહિતના 4 ગેરકાયદે ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યા.

એએમસી ની આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક બાંધકામો દૂર કરવાના હોવાના કારણે કોઈ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો. મંદિર અને મસ્જિદની અંદરના સામાનને બહાર કાઢવામાં આવ્યો અને બાદમાં તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મળતી માહિતી મુજબ, આજે જ આ કાર્યવાહી સંપૂર્ણ કરી કાટમાળ દૂર કરી દેવાશે અને આજુબાજુમાં દીવાલ પણ બનાવી દેવાશે, જેથી અન્ય કોઈ અહીં ગેરકાયદે બાંધકામ ન કરે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *